Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Gas line leak during JCB operation in Segvi, Valsad

VIDEO: વલસાડના સેગવીમાં જેસીબીની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીક

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ તાલુકાના સેગવી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કાર્યની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે. ગામમાં જેસીબી મશીન દ્વારા પાણીની પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક મુખ્ય ગેસ લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. ગેસ લાઈન તૂટવાના કારણે જોતજોતામાં હવામાં ગેસનો ધુમાડો અને તીવ્ર ગંધ આસપાસના વિસ્તારોમાં દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ ગંભીર દુર્ઘટના છતાં આશ્ચર્યજનક રીતે એક કલાક સુધી ગેસ એજન્સીના કોઈ પણ જવાબદાર સંચાલક કે કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા, જેને પગલે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store