Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : A father of two children jumped into the sea in Umargam of Valsad, the search continues!

VIDEO: વલસાડના ઉમરગામમાં બે બાળકોના પિતાએ દરિયામાં ઝંપલાવ્યું, શોધખોળ ચાલુ!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી હરિ રેસિડેન્સીમાં રહેતા એક બે બાળકોના પિતાએ અગમ્ય કારણોસર દરિયામાં ઝંપલાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વ્યવસાયે સારો મેકેનિકલ અનુભવ ધરાવતા આ વ્યક્તિએ ગઈકાલે સાંજે પરિવારને આ અંગે જાણ કરી હતી, જે બાદ બ્રિજ પરથી તેમનું બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. ગઈકાલે રાત્રે અંધારું થઈ જવાના કારણે શોધખોળમાં કોઈ સફળતા મળી ન હતી, જેથી આજે વહેલી સવારથી જ ઉમરગામ પાલિકા અને નોટિફાઇડ વિભાગના જવાનોએ દરિયામાં વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઘરના મોભીએ અચાનક આવું અંતિમ પગલું ભરી લેતા નિર્દોષ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

App Store