Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Water shortage in Vadodara at the beginning of summer, pots were broken in protest

VIDEO: વડોદરામાં ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ, 10 દિવસથી પાણી ન મળતા માટલા ફોડી કરાયો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના ભાયલી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉનાળાની શરૂઆતે જ પાણીનો ભયાનક કકળાટ શરૂ થયો છે. છેલ્લા દસ દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલા રહીશોએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો. તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા મહિલાઓએ માટલા ફોડી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. પીવાના પાણી માટે વલખાં મારતા સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે જળ સંકટ દૂર નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

App Store