VIDEO: Vadodara / સાવલીના મેવાલીયાપુરામાં બે સમાજ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારામાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત
સોર્સ : GSTV
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવાલીયાપુરામાં બે સમાજ વચ્ચે તણાવની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં ધીંગાણું સર્જાયું હતું. આરોપ છે કે ભોઈ સમાજના કેટલાક લોકોએ દરબાર સમાજના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સાવલી, ભાદરવા તેમજ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

