VIDEO: Vadodara / ભાજપ દ્વારા નવા પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
સોર્સ : GSTV
વડોદરા મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની નિમણૂક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દુષ્યંત પંડયા, માયાબેન કોડનાણી અને પ્રંજ્ઞેશ બ્રહ્મભટ્ટની હાજરીમાં બેઠકો યોજાઈ હતી. મેયર પદ SC અનામત હોવાથી અજય ડાભી, સમીર વાઘેલા અને ચેતન પરમારના નામો ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર માટે નિધિ પટેલ, તેજલ વ્યાસ અને સ્વેતા ઉતેકર દાવેદાર છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે આદિત્ય પટેલ સહિતના નામો સામે આવ્યા છે. અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરશે. સેન્સ બાદ ઘણા કોર્પોરેટરોએ મીડિયા સાથે વાતચીત ટાળી છે.

