Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Massive fire breaks out in multi-storey building on Vadodara National Highway

VIDEO : Vadodara નેશનલ હાઈવે પરની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ, પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના નેશનલ હાઈવે 48 પર આવેલી VR વન નામની બહુમાળી ઇમારતમાં વહેલી પરોઢે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. L&T કંપનીની સામે આવેલી આ બિલ્ડિંગના મીટર બોર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે પાર્કિંગથી પ્રસરતી રહી સીધી 8મા માળ સુધી પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાને પગલે રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલા અંદાજે 17 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો કાફલા સાથે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

App Store