VIDEO: Vadodara / ધોળે દિવસે વૃદ્ધ દંપતીને બંધક બનાવી ચપ્પુની અણીએ લૂંટ; મારપીટ કરી રૂમમાં પૂરી દેતા ચકચાર
સોર્સ : GSTV
વડોદરામાં મતગણતરીના દિવસે જ સમા વિસ્તારની સંતોષી નગર સોસાયટીમાં ધોળે દિવસે લૂંટની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ઘર રિપેરિંગ કરવાના બહાને આવેલા લૂંટારુઓએ 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમના પત્નીને ચપ્પુની અણીએ બંધક બનાવી, તેમની સાથે મારપીટ કરી એક રૂમમાં પૂરી દીધા હતા. લૂંટારુઓ ઘરમાંથી ₹12 હજાર રોકડા, સોનાના કિંમતી દાગીના, પર્સ અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઘરનો દરવાજો ખોલાવનાર યુવક અને મોઢે રૂમાલ બાંધીને આવેલો લૂંટારુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ મામલે પોલીસે ફૂટેજના આધારે લૂંટારુઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

