Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Did you go to vote?" The men took the elderly couple hostage and robbed them

Vadodara : વોટ આપવા ગયા હતા?" તેમ કહી શખ્સોએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara : વોટ આપવા ગયા હતા?" તેમ કહી શખ્સોએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી
સોર્સ : GSTV

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સંતોષી નગર વસાહતમાં રહેતા 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમના 73 વર્ષીય પત્ની બપોરના સમયે પોતાના ઘરે એકલા હતા. આ સમયે બે અજાણ્યા શખ્સોએ આવીને તેમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યાર બાદ મતદાનના નામે લૂંટ ચલાવી હતી. 

App Store

વોટ આપવા ગયા હતા? કહી વિશ્વાસ જીત્યો

લૂંટારુઓએ દંપતીનો વિશ્વાસ જીતવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. તેમણે પૂછ્યું કે, તમે ચૂંટણીમાં વોટ આપવા ગયા હતા કે નહીં? આ સવાલ સાંભળી દંપતી કઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલા જ બંને શખ્સો જબરજસ્તી ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાર બાદ તેમને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. 

માર મારી રૂમમાં પૂરી દીધા

પ્રાથમિક વિગતો મુજબ, ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ અસહાય વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. તેમને માર માર્યા બાદ એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. દંપતી લાચાર બની ગયું હતું અને લૂંટારુઓએ આખા ઘરને બાનમાં લીધું હતું.

શું શું લૂંટી ગયા?

લૂંટારુઓ ઘરમાંથી કિંમતી સામાન સાફ કરી ગયા હતા, જેમાં અંદાજે ₹12,000 રોકડા, સોનાની કિંમતી વસ્તુઓ, પર્સ અને મોબાઈલ ફોન સહિતની અનેક વસ્તુઓની લૂંટ ચલાવી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. લૂંટારુઓ તમામ સામાન લઈને ફરાર થઈ ગયા છે. હાલમાં આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.