VIDEO/ VADODARAમાં ચુસ્ત સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ, તંત્ર સતર્ક
સોર્સ : GSTV
સંસ્કારી નગરી વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. શહેર અને જિલ્લાના અંદાજિત 21 લાખથી વધુ મતદારો આજે પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે.મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું છે. વિવિધ મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

