Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Thakorji's Jalyatra completed at ISKCON temple in Vadodara before Rath Yatra

VIDEO:રથયાત્રા પૂર્વે વડોદરાના ઇસ્કોન મંદિરે ઠાકોરજીની જળયાત્રા સંપન્ન

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભમાં વડોદરાના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પરંપરાગત રીતે ઠાકોરજીની ભવ્ય જળયાત્રા (સ્નાનયાત્રા) યોજાઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રાજકીય નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. જળયાત્રા બાદ ભગવાન આજથી પંદર દિવસ માટે મોસાળમાં નિત્ય લીલામાં પોઢી જાય છે, જેથી ભક્તોને આગામી પંદર દિવસ સુધી ભગવાનના દર્શન થઈ શકશે નહીં. આ પવિત્ર પ્રસંગે ઇસ્કોન મંદિર ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભક્તોએ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

App Store
ટોપિક્સ:vadodaraiskcon mandirgstv