VIDEO: વાઘોડિયામાં જાતિના દાખલા માટે જનતાના ધરમધક્કા
સોર્સ : gstv
વડોદરાના વાઘોડિયામાં જાતિ દાખલા મેળવવા માટે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી અરજદારો કાળઝાળ ગરમીમાં ભૂખ્યા-તરસ્યા લાઈનોમાં ઊભા રહેતા જોવા મળ્યા છે. 1951 પૂર્વના પુરાવા હોવા છતાં મામલતદાર દ્વારા 7/12 ઉતારા જેવી વધારાની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સેવા સદનમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદારને આડેહાથ લઈ ઉગ્ર પૂછપરછ કરી હતી. સમગ્ર મુદ્દે કલેક્ટરને જાણ કરવામાં આવી છે.

