Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Government departments flout rules, citizens see 15 to 20 diesel drums being filled, anger erupts

VIDEO: સરકારી વિભાગોએ નિયમોના ઉડાડ્યા ધજાગરા, 15 થી 20 જેટલા ડીઝલના ડ્રમ ભરાતા જોઈ નાગરિકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પેટ્રોલ-ડીઝલની સંભવિત તંગીને ટાળવા માટે ઈંધણ કારબા કે ડબ્બામાં ન આપવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં, સરકારી વિભાગો દ્વારા જ આ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. 'ગવર્મેન્ટ ઓફ ગુજરાત' અને સિંચાઈ વિભાગ લખેલા વાહનોમાં બિન્દાસ્તપણે 100-100 લિટરના 15 થી 20 જેટલા ડીઝલના ડ્રમ ભરાતા જોઈ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

આમ જનતા માટે કારબામાં ઈંધણ લેવા પર પ્રતિબંધ હોવા છતાં, સરકારી સંસ્થાઓ માટે નિયમો અલગ છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. એક તરફ તંત્ર દ્વારા નિયમોના પાલનની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી વિભાગોની આ ખુલ્લેઆમ નિયમભંગની પ્રવૃત્તિ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી સ્થિતિ સર્જી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.