Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Dead rat found hanging near cake counter of Vadodara's famous 'Mr. Puff' bakery

VIDEO: વડોદરાની જાણીતી 'મિસ્ટર પફ' બેકરીના કેક કાઉન્ટર પાસે મરેલો ઉંદર લટકતી હાલતમાં જોવા મળ્યો

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાની જાણીતી 'મિસ્ટર પફ' બેકરીના કેક કાઉન્ટર પાસે મરેલો ઉંદર લટકતી હાલતમાં જોવા મળતા કેક શોપમં હાઈજીન સામે સવાલ ઉઠ્યા છે.. એક જાગૃત ગ્રાહકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા લોકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જોકે, પેસ્ટ કંટ્રોલ બાદ ઉંદર મર્યો હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે. ઘટનાની ગંભીરતા જોઈ વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા એક્શન મોડમાં આવી છે અને બેકરીમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર દ્વારા ચોકલેટ અને બ્લેક ફોરેસ્ટ કેકના નમૂના લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે. હાલ હાઈજીનના અભાવે મુખ્ય શાખાને નોટિસ ફટકારી બંધ કરાવી દેવામાં આવી છે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો લાઈસન્સ રદ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

App Store