VIDEO: કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો વીડિયો વાયરલ, વન્ય પ્રાણીઓની સુરક્ષા સામે સવાલ
સોર્સ : gstv
વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. લાઈક્સ અને વ્યુઝ મેળવવાની લ્હાયમાં યુવકો દ્વારા નિયમોનો ભંગ કરી દીપડાના પિંજરા પાસે જઈ જોખમી રીતે વીડિયો બનાવવામાં આવ્યો હતો.
આ ઘટનામાં યુવકો પોતાની સુરક્ષાને પણ જોખમમાં મૂકી દીપડાની નજીક પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. કમાટીબાગની સિક્યુરિટી વ્યવસ્થા પર પણ સવાલો ઊઠ્યા છે કે બેરીકેટિંગ હોવા છતાં યુવકો જોખમી વિસ્તારમાં કેવી રીતે પહોંચી ગયા. ઘટનાને લઈ જવાબદારી કોણની તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. વીડિયો વાયરલ થતા મામલો પ્રકાશમાં આવ્યો છે અને હવે તંત્ર દ્વારા કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.

