VIDEO: બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘનનો મામલો, રોયલ સત્યમેવ જયતે ગ્રુપે રનિંગ બોડી પર લગાવ્યા આરોપ
સોર્સ : gstv
બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘન મામલે રોયલ સત્યમેવ જયતે ગ્રુપે એસોસિએશનની રનિંગ બોડી પર ગંભીર આક્ષેપો કર્યા છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કરે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં મતદાન થયા બાદ મતગણતરી બાકી છે અને હાલ આ મામલો હાઈકોર્ટમાં છે. આક્ષેપ છે કે કેરટેકર બોડીના સભ્યોની જાણ બહાર મોટા નાણાકીય નિર્ણયો લેવાઈ રહ્યા છે અને સ્નેહલ પરીખ મુદત પૂરી થઈ હોવા છતાં CEO તરીકે અનધિકૃત કામ કરી રહ્યા છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપે આક્ષેપ લગાવ્યો કે ,મેજર નિર્ણયોનાણાંકીય નિર્ણયો કેર ટેકર બોડીની જાણ બહાર થઈ રહ્યા છે..આ ઉપરાંત હાઈકોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી BCAના ભંડોળનો વ્યક્તિગત કેસોમાં વેડફાટ થઈ રહ્યો હોવાથી રોયલ સત્યમેવ જયતે ગ્રુપ હવે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે.

