Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Water line bursts again in Vadodara Gotri, causing water wastage

VIDEO : વડોદરા ગોત્રીમાં ફરી પાણીની લાઇન ફાટી, લાખો ગેલન પાણીનો વેડફાટ થતા તંત્ર સામે જનતાનો રોષ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઇન ફાટી જતાં મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો છે. ગોત્રી પાણીની ટાંકી નજીક ત્રણ રસ્તા વિસ્તારમાં લીકેજ સર્જાતા ફુલ પ્રેશરથી રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. પરિણામે લાખો ગેલન પાણી બગડ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બે દિવસ પહેલાં પણ આ જ વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું હતું, જેના કારણે વારંવારની સમસ્યાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉનાળાની ઋતુમાં પાણીના વેડફાટને લઈને તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. વીએમસી દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

App Store