Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Problem of frequent power outages under Manjusar sub-division of Savli, villagers make written representation to the administration

VIDEO: સાવલીના મંજૂસર સબ ડિવિઝન હેઠળ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા, ગ્રામજનોએ કરી તંત્રને લેખિત રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર સબ ડિવિઝન હેઠળ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ તંત્રને લેખિત રજૂઆત કરી છે. રાણીયા એસ.એસ. હેઠળના 20 ફીડર વિસ્તારમાં 12 હજારથી વધુ ગ્રાહકો સામે માત્ર 7થી 8 હેલ્પર અને રાત્રિ ફરજ પર માત્ર 2 જ હેલ્પર હોવાથી અપૂરતા સ્ટાફને કારણે સામાન્ય ખામી દૂર કરવામાં પણ 2થી 3 કલાકનો સમય લાગે છે.

App Store

ગ્રામજનોનો આક્ષેપ છે કે FRT ટીમ શરૂ થયા બાદ સમસ્યાઓ વધી છે, છેલ્લા બે વર્ષથી વીજ કેબલ બદલાયા નથી અને કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું કામ થાય છે. વળી, સ્માર્ટ મીટર અને બિલ વસૂલાત જેવા વધારાના કામોથી લાઇન સ્ટાફ પર બોજો વધ્યો છે. લોકોએ નિયમિત મેન્ટેનન્સ, સમયસર સેવા, ઓછામાં ઓછા 8 વધારાના હેલ્પર અને TC કામગીરી માટે અલગ ગેંગની નિમણૂક કરવાની માગ કરી છે.