VIDEO: વાઘોડિયામાં જ્વેલર્સ પર હુમલો કરી લાખોના રોકડ-દાગીનાની લૂંટ ચલાવાઈ, લૂંટારુઓને પકડવા પોલીસે શરૂ કરી તપાસ
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના વાઘોડિયા ટાઉન બજારની લાયબ્રેરી પાસે ડીસી જવેલર્સ નામે સોના-ચાંદીનો વેપાર કરતા જીગ્નેશભાઈ પોલા દુકાન વધાવી નારાયણ નગર સોસાયટીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સોસાયટીના નાકે જ બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારીઓએ તેમને આંતરી માથામાં લાકડાના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો હતો.
પારી લોહીલુહાણ થઈ નીચે પટકાતા બદમાશો ૩૦૦ ગ્રામ સોનું અને રૂપિયા ૫ લાખની રોકડ ભરેલી બેગ લૂંટીને ભાગવા લાગ્યા હતા. જોકે, ભાગતી વખતે તેમની બાઈક ગટરના ઢાંકણ સાથે અથડાઈને સ્લિપ થઈ જતાં, ત્રણેય લૂંટારુઓ બાઈક ઘટનાસ્થળે જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વાઘોડિયા પોલીસ, LCB અને SOGની ટીમોએ સીસીટીવી તેમજ લૂંટારુઓની બાઈકના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

