VIDEO: 'સમ ખાવા પૂરતા ગ્રાહકો પણ નથી', સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારતા લક્ઝરિયસ શો-રૂમ સુમસામ!
સોર્સ : GSTV
વિદેશી હૂંડિયામણ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને એક વર્ષ સુધી સોના-ચાંદીની ખરીદી ન કરવાની કરેલી હાકલના ઘેરા પડઘા જોવા મળી રહ્યા છે. સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરતા આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1 લાખ 66 હજારને પાર કરી ગયો છે, જેને કારણે લક્ઝરિયસ શો-રૂમમાં સવારથી સુમસામ જોવા મળ્યા છે. શો-રૂમ સંચાલકોના મતે જ્યાં રોજનું કિલોગ્રામ સોનું વેચાતું હતું ત્યાં હવે સમ ખાવા પૂરતા ગ્રાહકો પણ નથી. આ સ્થિતિને કારણે મેન્ટેનન્સ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે અને હજારો કારીગરો બેકાર થવાની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓ દાવો કરી રહ્યા છે કે જો આવી જ હાલત રહી તો સોનું ટૂંક સમયમાં બે લાખને પાર પહોંચી શકે છે.

