Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Police rescue burning body and perform formal cremation, providing an excellent example of humanity

VIDEO: પોલીસે સળગતા મૃતદેહને બચાવી વિધિવત અંતિમ સંસ્કાર કરાવ્યા, પૂરું પાડ્યું માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા તપોવન ડુપ્લેક્સ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને લાચારીની પરાકાષ્ઠા સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં રખડતું જીવન જીવતા દંપતી પૈકી પતિ મહેશ રાઠોડીયાનું કુદરતી મોત નીપજ્યું હતું. લાચાર પત્ની જાનકીબેને પતિના મોતના પગલે સ્થાનિકો અને સગા-સંબંધીઓને જાણ કરી હતી, પરંતુ કોઈ જ મદદે આવ્યું ન હતું.

App Store

આર્થિક સંકડામણ અને પરિવારના અભાવે કોઈ કાંધ આપવા ન આવતા, અંતે મજબૂર પત્નીએ સરકારી પ્લોટમાં જ પતિના મૃતદેહ પર ગોદડી ઓઢાડી આગ લગાવી અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આ દ્રશ્ય જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પાણીગેટ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે સળગતા મૃતદેહને બચાવી, માન સન્માન સાથે વિધિવત અંતિમ સંસ્કાર કરાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.