VIDEO: વડોદરાની MSU આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થતાં મામલો ગરમાયો
સોર્સ : gstv
વડોદરાની જાણીતી MSU આર્ટસ ફેકલ્ટીમાં અશ્લીલતાનો એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કેમ્પસમાં અશ્લીલ હરકત કરતા કેમેરામાં કેદ થયા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ જોડીએ અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ અશ્લીલ હરકતો કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં અને યુનિવર્સિટી સત્તાધીશો હરકતમાં આવતા બંનેને પોતાની ભૂલનું ભાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કપ્લે શરમ અનુભવીને બે હાથ જોડીને માફી માંગી લીધી હતી. આ ગંભીર બાબતને લઈને તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નવી સ્ક્વોડ કમિટીની રચના પણ કરવામાં આવી છે.

