Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Allegation of fungus in the cashew kit of Das Pendawala of Vadodara, Complaint to Food Department

VIDEO: વડોદરાની દાસ પેંડાવાળાની કાજુ કતરીમાં ફૂગ નિકળી હોવાનો આરોપ, ફૂડ વિભાગને ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાની જાણીતી દાસ પેંડાની દુકાનમાંથી ખરીદેલી કાજુ કતરીમાંથી ફૂગ નીકળવાની અને ભારે દુર્ગંધ આવવાની ઘટના સામે આવતા ભારે હોબાળો મચ્યો છે. ગ્રાહકે ખરીદેલા આ મીઠાઈના બોક્સ પર નિયમ અનુસાર કોઈ એક્સપાયરી ડેટ છાપેલી ન હોવાથી ખાદ્ય સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. આ મામલે સામાજિક કાર્યકર અશોકભાઈના જણાવ્યા અનુસાર, ગ્રાહકે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને લેબોરેટરીમાં અખાદ્ય બનેલી આ મીઠાઈનો નમૂનો ચકાસણી માટે જમા કરાવ્યો છે.  

App Store