VIDEO: વડોદરાની SSG હોસ્પિટલમાં સર્જરી વિભાગના HOD સામે રેસિડેન્ટ તબીબોના ગંભીર આક્ષેપો
સોર્સ : gstv
વડોદરાની SSG હોસ્પિટલમાં આંતરિક વિવાદ વચ્ચે સર્જરી વિભાગના HODની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબોએ HOD ડૉ. મુકેશ પંચોલી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તબીબોના જણાવ્યા મુજબ, રેસિડેન્ટ્સ પાસે સતત 40 કલાક સુધી નોનસ્ટોપ ડ્યૂટી કરાવવામાં આવે છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ 16થી 17 કલાક કામ કરાવાતું હોવાનો દાવો કરાયો છે. NMCના નિયમો મુજબ કામના કલાકો અને સાપ્તાહિક રજાની માંગ સાથે લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માંગણીઓ સ્વીકારાઈ નહીં હોવાનો આક્ષેપ છે. રજૂઆત કરવા ગયેલા તબીબોને HODની ચેમ્બરમાંથી કાઢી મૂકાયા હોવાનો પણ દાવો છે. ત્યારબાદ યુનિટ અને સાથીદારો બદલાતા તેને સજા સમાન ગણાવાયું છે. હવે હોસ્પિટલ તંત્રનું વલણ શું રહેશે તે સવાલ છે.

