Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Doctors go on strike over attack on doctors at Vadodara SSG Hospital

VIDEO : Vadodara SSG હોસ્પિટલમાં તબીબો પર હુમલા મામલે ડોક્ટરોની હડતાળ, 5 આરોપીઓની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાની SSG હોસ્પિટલના તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં તબીબોએ આક્રમક વલણ અપનાવી હડતાળ અને ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે, જેના કારણે આ મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. તબીબોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે શરૂ થયેલા આ વિવાદને થાળે પાડવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું કે ફરજ પરના તબીબો પર હુમલો અસ્વીકાર્ય છે અને તેઓ ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકે તે અત્યંત જરૂરી છે. આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે વિશેષ કમિટીની રચના કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

App Store