VIDEO: વડોદરાની ખોડીયાર નગરની સરસ્વતી વિદ્યાલયમાં ફી બાકી હોવાના મામલે બાળકને બહાર કાઢ્યાનો આક્ષેપ
સોર્સ : gstv
વડોદરા શહેરના ખોડીયાર નગર પાસે આવેલી સરસ્વતી વિદ્યાલય સ્કૂલ ફીના મામલે ભારે વિવાદમાં આવી છે. વાલીના ગંભીર આક્ષેપ મુજબ, સંતાનની સ્કૂલ ફી બાકી હોવાના કારણે તેના બાળકને શાળામાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો અને ફી નહીં ભરાય તો એલ.સી.આપી શાળામાંથી કાઢી મુકવાની ધમકી પણ અપાઈ હતી. આ વર્તન સામે વાલીએ પોતાના બાળક સાથે પ્રિન્સિપાલ સમક્ષ પહોંચી પોતાની વેદના વ્યક્ત કરી હતી. બીજી તરફ, શાળાના સત્તાધીશોએ વિદ્યાર્થી સાથે કોઈપણ પ્રકારના ગેરવર્તન કે ધમકી આપવાના તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે.

