VIDEO: વડોદરાના કરજણ-ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં વિકરાળ આગ
સોર્સ : gstv
વડોદરાના કરજણ-ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરાતા કરજણ, ભરૂચ, વડોદરા અને ડભોઈની ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.ચોંકાવનારી વિગત એ છે કે મિલના વોટર બોરવેલ બંધ હોવાથી ફાયરના જવાનોને આસપાસની કંપનીઓમાંથી પાણી લાવવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતા જોતા નાયબ કલેક્ટર અને DYSP સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે, પરંતુ લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ છે.

