VIDEO: વડોદરાના સાવલીના લાલપુરા ચોકી પાસે નશામાં ધૂત હિટાચી મશીન ચાલકે ભારે આતંક મચાવ્યો
સોર્સ : gstv
વડોદરાના સાવલીના લાલપુરા ચોકી પાસે નશામાં ધૂત એક હિટાચી મશીન ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. ચાલકે રસ્તા પર બેફામ રીતે મશીન ગોળ ફેરવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ચાલકને રોકવા હાથમાં પથ્થર લીધા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ સ્થાનિકોએ આ જવાબદાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

