Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: A shocking robbery at a farm house on the outskirts of Padra-Patod village in Vadodara

VIDEO: વડોદરાના પાદરા-પાટોદ ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચકચારી લૂંટ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા જિલ્લાના પાદરા-પાટોદ ગામમાં ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો સીમમાં આવેલા ફાર્મહાઉસને નિશાન બનાવ્યું હતું. ફાર્મહાઉસની પાછળથી પાટિયાની દીવાલ તોડી રૂમમાં સૂઈ રહેલા દંપતીના રૂમનો દરવાજો તોડી સોના-ચાંદીના દાગીના 80 હજારની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે લૂંટની તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

App Store

મળતી માહિતી અનુસાર, વડોદરાના પાદરા-પાટોદ ગામની સીમમાં આવેલી શબરી વિદ્યાલય નજીક ફાર્મહાઉસમાં ગત રોજ રાત્રિના સમયે તસ્કરો ફાર્મહાઉસની પાછળ આવેલા લાકડાના પાટિયાની દીવાલનું પાટિયું તોડી સાતથી આઠ લૂંટારૂઓ ફાર્મહાઉસમાં ઘુસ્યા હતા. જે બાદ ફાર્મહાઉસના રૂમમાં ઘસઘસાટ સૂઈ રહેલા અને ફાર્મહાઉસની રખેવાળી કરતા પતિ-પત્નીના રૂમના દરવાજો તોડી તેઓને ડરાવી-ધમકાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ 80 હજારથી વધુની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ પતિ-પત્નીએ લૂંટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પાદરા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓને પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.