VIDEO: વડોદરાના ફૂલ બજારમાં તહેવારો સમયે ભાવ ભડકો, આવક ઘટતાં વેચાણમાં ૪૦%નો ઘટાડો
સોર્સ : gstv
તહેવારોની મોસમ વચ્ચે વડોદરાના ફૂલ બજારમાં ભાવ આસમાને પહોંચતાં સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. વરસાદ ખેંચાતાં કરજણ સહિતના વિસ્તારોમાં ફૂલોની આવક ઘટી છે, જેના કારણે ભાવમાં બે થી ચાર ગણો વધારો નોંધાયો છે. હાલ જૂઈ-મોગરા ૧૦૦૦ અને ગુલાબ ૩૦૦ પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે, જ્યારે ફૂલોના હારના ભાવ પણ બમણા થઈ ગયા છે. મોંઘવારીના કારણે વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો થતાં ફૂલ બજાર સાથે સંકળાયેલા આશરે ૫,૦૦૦ પરિવારોની કમાણી પર માઠી અસર પડી છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ભાવ હજુ વધવાની વેપારીઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

