VIDEO: વડોદરા: શિનોર પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, સિઝનનો કુલ વરસાદ ૩૩.૮૫ ઇંચ નોંધાયો
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંથકમાં એક દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો... શિનોર અને સાધલી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે....અત્યાર સુધી પંથકમાં સિઝનનો કુલ વરસાદ ૩૩ ઇંચ નોંધાઈ ચૂક્યો છે. લાંબા સમયના વિરામ બાદ પડેલા આ ખેતીલાયક વરસાદથી પાકને નવું જીવન મળ્યું છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.

