VIDEO: વડોદરા: પત્ની પર એસિડ એટેક કરનાર પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા ફટકારાઈ
સોર્સ : gstv
વડોદરાના રાવપુરા વિસ્તારના શિયાપુરા મહોલ્લામાં ઓક્ટોબર ૨૦૨૫માં દિવાળી દરમિયાન કૌટુંબિક ઝઘડામાં ઇનાયત નામના શખ્સે પોતાની પત્ની પર એસિડ ફેંક્યું હતું. આ ગંભીર કેસમાં મહિલા પોલીસે માત્ર ૧ મહિના અને ૨૬ દિવસમાં જ મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી. ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે ઝડપી સુનાવણી હાથ ધરીને માત્ર ૮ મહિનાની અંદર ૨૯ જૂન ૨૦૨૬ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે દોષિત પતિને આજીવન કારાવાસની સજા અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જે દંડની રકમ પીડિત મહિલાને વળતર તરીકે આપવામાં આવશે.

