VIDEO: વડોદરા: માંજલપુરમાં ૮૧ વર્ષીય વૃદ્ધા સાથે બે મહિનામાં બીજીવાર લૂંટ, આરોપી મહિલા ઝડપાઈ
સોર્સ : gstv
વડોદરાના માંજલપુર વિસ્તારમાં લાલબાગ બ્રિજ પાસેની જગન્નાથમ પુરમ સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષીય વૃદ્ધા લીલાબેન પટેલ સાથે લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. આરોપી મહિલા સવિતાબેન રાઠોડે એક દિવસ અગાઉ ઘરમાં ઘૂસીને રાત્રે રોકાણ કર્યું હતું અને વહેલી સવારે પાંચ વાગ્યે સોનાની બંગડી ખેંચી હતી. ઝપાઝપી દરમિયાન આરોપીએ એક્યુપ્રેશર સ્ટિકથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને ૧ લાખ 70 હજારની કિંમતની સોનાની બંગડી લૂંટી ફરાર થઈ ગઈ હતી. અગાઉ પણ આ જ મહિલાએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

