VIDEO: વડોદરા: દિનેશ મિલ ગરનાળામાં ગટરના પાણીથી જનતા પરેશાન
સોર્સ : gstv
વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં વગર વરસાદે ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવારની સવારે નોકરી-ધંધે જતા લોકો અને મહિલાઓને આ દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વાહનચાલકો પરત ફર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ કાયમી સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. ચોમાસામાં તો આ ગરનાળુ સદંતર બંધ થઈ જાય છે, પરંતુ હવે વગર વરસાદે પણ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને યોગ્ય કામગીરી કરશે તે એક મોટો સવાલ છે.

