Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara news: Massive fire breaks out in multi-storey building in Gotri area, major call issued

VIDEO: વડોદરામાં ગોત્રી વિસ્તારની બહુમાળી ઈમારતમાં વિકરાળ આગ, મેજર કોલ જાહેર કરવાની નોબત આવી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO/Vadodara news: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી રહેણાક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઈસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store

આગની તીવ્રતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. રહેણાંક ઇમારત હોવાથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના અત્યાધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પ્રથમ પ્રાથમિકતા બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ બચાવવાની અને આગને વધુ પ્રસરાતી અટકાવવાની છે. પોલીસ કાફલો પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.