VIDEO: વડોદરા: સુભાનપુરાની જાણીતી દાસ પેંડાવાલાની દુકાનમાંથી ફૂગવાળી કાજુકતરી મળી, કોર્પોરેશને દુકાન સીલ કરી
સોર્સ : gstv
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત દાસ પેંડાવાલાની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલી કાજુકતરીમાંથી ફૂગ નીકળવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ખોરાક શાખા તાત્કાલિક એક્શનમાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરે ગ્રાહકની ફરિયાદના આધારે સ્થળ પર તપાસ કરી દુકાનમાંથી પેંડા અને કાજુકતરીના શંકાસ્પદ નમૂના મેળવ્યા હતા. સેમ્પલ લીધા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દુકાન બંધ કરાવી દેવામાં આવી હતી અને તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

