VIDEO: વડોદરા: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની સયાજી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત, અખાદ્ય વેચાણ સામે લાલ આંખ
સોર્સ : gstv
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વડોદરાની સયાજી હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ નિર્માણાધીન ઇમારતનું સ્થળ નિરીક્ષણ કર્યું… આ નવી ઇમારત શરૂ થવાથી નાગરિકોને કિડની, હૃદયરોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલમાં જ મળતી થશે….મંત્રીએ રેગિંગના મુદ્દે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને માવા, સોસ તથા પનીર જેવા અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દર્દીઓની હાલાકી દૂર કરવા માટે તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે.

