VIDEO: વડોદરા: સાવલીના લાછનપુરા ગામની ગ્રામસભા તોફાની બની, તલાટી અધવચ્ચેથી રવાના
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુરા ગામની ગ્રામસભા ભારે હોબાળા વચ્ચે તોફાની બની હતી. ગામમાં ફેલાયેલી ગંદકી, બિસ્માર રોડ અને દબાણ જેવા ગંભીર મુદ્દે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી. પ્રશ્નોના યોગ્ય નિરાકરણ ન આવતા મામલો ગરમાયો હતો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો….વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ગ્રામસભા છોડીને જતા સમયે તલાટીએ વિડિયો ઉતારી રહેલા એક ગ્રામજનોનો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે લોકો વધુ રોષે ભરાયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામજનોએ તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવાની માંગ કરી છે, જેનાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

