VIDEO: વડોદરા શિક્ષણ સમિતિની ચૂંટણીનું જાહેરનામું
સોર્સ : gstv
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ સમિતિમાં કુલ 15 સભ્યો રહેશે, જેમાં 12 ચૂંટાયેલા અને 3 સરકાર દ્વારા નિયુક્ત સભ્યો હશે. 12 ચૂંટાયેલી બેઠકોમાં SC/ST માટે 1, મેટ્રિક અથવા ઉચ્ચ લાયકાત માટે 3 અને સામાન્ય વર્ગ માટે 8 બેઠકો રહેશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર છે, જ્યારે 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 21 ઓક્ટોબરે બપોરે 12થી 3 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તે જ દિવસે બપોરે 3:30 વાગ્યાથી મતગણતરી શરૂ કરી પરિણામ જાહેર કરાશે.

