VIDEO: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ, હરણી કાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
સોર્સ : gstv
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેટર આશિષ જોશીએ દીવા પ્રગટાવી હરણી બોટ કાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી….આ સાથે જ કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે લખાણવાળી ટી-શર્ટ પહેરી અને શહેરમાં વધતી નશાખોરી તેમજ પ્રજાકીય સમસ્યાઓ દર્શાવતા પોસ્ટરો સાથે ગૃહમાં પ્રવેશ કર્યો હતો. તંત્ર સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યાના આક્ષેપો સાથે પાલિકાનું ધ્યાન દોરવાનો આ પ્રયાસ હતો. આ ઉપરાંત, સયાજી નગરીના નામકરણ બાદ 'આપો'ની માંગ પણ કરવામાં આવી હતી. આ અનોખા વિરોધથી રાજકીય માહોલ ગરમાયો હતો.

