VIDEO: વડોદરાના માંજલપુરમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીએ પાંચમા માળેથી કૂદી આત્મહત્યા કરી
સોર્સ : gstv
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી રાધા રેસિડેન્સીમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાનગી શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહેલી વિદ્યાર્થીનીએ પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. શાળાએથી પરત આવ્યા બાદ વિદ્યાર્થીનીએ આ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સોસાયટીના પ્રમુખ દ્વારા શાળા પ્રશાસનની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીએ જાતે આપઘાત કર્યો છે કે કોઈએ ધક્કો માર્યો છે તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માંજલપુર પોલીસે આપઘાતનું અસલ કારણ જાણવા માટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

