VIDEO: વડોદરાના અટલાદરા વિસ્તારમાં સામાન્ય વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી
સોર્સ : gstv
વડોદરાના અટલાદરા વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસતા જ અટલાદરા પોલીસ સ્ટેશન રોડ પર ભારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, જે આ સામાન્ય વરસાદમાં સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે. મેન રોડ પર પાણી ભરાઈ જવાના કારણે ગટરનાં ઢાંકણાં છુપાઈ ગયા હતા અને રસ્તા પણ ધોવાઈ ગયા હતા, જેને લઈને સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કાગળ પર કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરી અને અટલાદરાની જમીની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં જ અટલાદરા જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્ય સર્જાયું અને તંત્ર ચારેય બાજુથી ઘેરાઈ ગયું છે.

