VIDEO: વડોદરાના એમ એસ યુનિવર્સિટીમાં શ્રીજી યાત્રાના ઘર્ષણ મુદ્દે સયાજીગંજ પોલીસ મથકે એબીવીપીનો હોબાળો
સોર્સ : gstv
વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ અગાઉ યોજાયેલી બે શ્રીજી આગમન યાત્રા સામસામે આવી જતાં છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘર્ષણ મામલે હવે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ABVP ના નારાજ કાર્યકરોએ ભારે હોબાળો મચાવી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. આ વિવાદમાં યુવા ભાજપનાં જ બે જૂથ આમનેસામને આવી ગયા છે. આ જીવલેણ હુમલામાં ABVP ના કાર્યકર આશિષ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને વિવાદ વકર્યો છે.

