VIDEO:વડોદરાની MS યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે હોબાળો
સોર્સ : GSTV
વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન ABVPના વિરોધ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. ડીન પ્રજ્ઞેશ શાહે વિદ્યાર્થી સંગઠનો પર સ્ટાફ સાથે ગાળાગાળી, ધક્કામુક્કી અને મારામારીના ગંભીર આક્ષેપ કર્યા છે, જ્યારે તેમને લાફો મારવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે એડમિશન પ્રક્રિયા થોડા સમય માટે અટકાવાઈ હતી અને કેમ્પસમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટી તંત્રએ જણાવ્યું છે કે હાલ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને એડમિશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. સ્ટાફ સાથે બેઠક બાદ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે, જ્યારે આવતીકાલથી કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

