VIDEO: વડોદરા કરજણ માતર ટોલ નજીક બે ટ્રક અથડાયા
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના કરજણ માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ખાનગી કુરિયર સર્વિસનો માલસામાન ભરી સુરત જતી ટ્રક આગળ ઉભેલી ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં પાછળની ટ્રકનો ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો. જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ હાઇડ્રોલિક સાધનોની મદદથી 45 મિનિટની ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

