VIDEO: વડોદરામાં અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ હોવાની શંકા
સોર્સ : gstv
વડોદરાના આજવા રોડ પર આજે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક પર સવાર યુવક અને મહિલા કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમજ કાર ચાલક પોલીસ કર્મચારી હોવાની પણ માહિતી મળી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

