Vadodara/ 'રખડતી ગાયોનો આતંક', એકનું મોત, એક ઘાયલ; પશુ માલિકોની બેદરકારીથી અકસ્માતો વધ્યા
વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતો એક ગંભીર સમસ્યા બની ગયા છે. શહેરમાં રખડતી ગાયોના કારણે બે અલગ-અલગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં એક બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક ચાલક ઘાયલ થયો હતો. પશુ માલિકો હવે રાત્રિના સમયે પોતાના પશુઓને રસ્તાઓ પર રખડતા મૂકી દેતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ન્યૂ સમા રોડ પર કરુણ મોત: ન્યૂ સમા રોડ પર બાઇક ચાલક સંદીપ નેગીનું રોડ પર અચાનક ગાય આવી જતાં ગંભીર અકસ્માતમાં મોત થયું હતું.
માંજલપુર ખાતે અકસ્માત: માંજલપુર વિસ્તારમાં સોમા તળાવ પાસે ભાવિન પટેલને પણ ગાય અડફેટે આવતા અકસ્માત નડ્યો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા.
CCTVમાં કેદ થયો અકસ્માત
નિઝામપુરા મહેસાણા નગર પાસે થયેલો અકસ્માત CCTV માં પણ કેદ થયો છે, જે શહેરમાં પશુઓના કારણે સર્જાતી ભયાનક પરિસ્થિતિનો સ્પષ્ટ પુરાવો આપે છે.
શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ ન થતાં, હવે પશુ માલિકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.

