Vadodara: M.S. યુનિવર્સિટીમાં યોજાયો 74મો પદવીદાન સમારોહ, 229 વિદ્યાર્થીઓને એનાયત કરાયા ગોલ્ડ મેડલ
સોર્સ : GSTV
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 11,280 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. જેમાં 229 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આમાં સૌથી વધુ દીકરીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા છે. પદવીદાન સમારોહના મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શિક્ષણ મંત્રી પ્રધ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા. પદવી મેળવનારા વિદ્યાર્થીઓ માટે વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ યોજાયો.

