VIDEO: ડભોઈના સાઠોદમાં હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
સોર્સ : gstv
વડોદરાના ડભોઈના સાઠોદ ગામે તળાવમાંથી એક યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ નવીનગરી વિસ્તારમાં રહેતા તડવી ગુરુશરણ તરીકે થઈ છે, જેઓ છેલ્લા ત્રણેક દિવસથી ગુમ હતા. યુવકના હાથ અને પગ દોરીથી બાંધેલી હાલતમાં મળી આવતાં આ હત્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને મોત પાછળ ઘેરા રહસ્યો સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ ડભોઇ પીઆઇ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી છે.

