Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Surprise checking of the police at the cafe, running among the managers

VIDEO: કાફે પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, સંચાલકોમાં દોડધામ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસે વિવિધ કાફેમાં સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરતાં કાફે સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે 'હિડન કાફે' સહિત અનેક સ્થળોએ પ્રાઈવેટ કેબિન, સિટિંગ વ્યવસ્થા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ કરી હતી. સાથે જ રેન્ટ એગ્રીમેન્ટ, પોલીસ વેરિફિકેશન, લાઈસન્સ અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત CCTV કેમેરા અને સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તેમજ કોઈ ગેરકાયદેસર કે અનૈતિક પ્રવૃત્તિ ન ચાલે તે માટે આવા ચેકિંગ અભિયાન નિયમિત ચાલુ રહેશે. આ કાર્યવાહી બાદ નિયમભંગ કરનાર કાફે સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિકોએ પોલીસની કામગીરીને આવકારી છે.

App Store