VIDEO: ભાયલી ગેંગરેપ કેસમાં 31મી ઓગસ્ટે સજાની સુનાવણી
સોર્સ : gstv
વડોદરાના ચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટ દ્વારા સજાની સુનાવણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રણ વર્ષ અગાઉ નવરાત્રીના બીજા નોરતે બનેલા આ કેસમાં અદાલતે અગાઉ તમામ પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જ્યારે CCTV અને ફોરેન્સિક પુરાવા પણ મહત્વપૂર્ણ સાબિત થયા હતા. પાંચેય દોષિતોને સુરક્ષા અને અન્ય કારણોસર વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 31 ઓગસ્ટે સજાની સુનાવણી નક્કી કરી છે.

